Gp constable bharti process 2021 - જી પી કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયા 2021

Gujarat police constable bharti 2021



ગુજરાત પોલિસ કોન્સ્ટેબલ ભરતી 2021


તાજેતર માં ગુજરાત સરકાર તરફથી પોલિસ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં સંપૂર્ણ ભરતી પ્રક્રિયા 100 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે તેવી ખાત્રી પણ આપવામાં આવેલી છે. 


ગુજરાત પોલિસ કોન્સ્ટેબલ ઓનલાઇન અરજી


   હાલમાં ગુજરત પોલિસ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયા માટે તારીખ 23/10/2021 ના રોજ ઓનલાઇન અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે અને ઓનલાઇન અરજી કરવા માટે ની છેલ્લી તારીખ 09/11/2021 જણાવેલ છે.


પોલિસ કોન્સ્ટેબલ માટે શૈક્ષણિક લાયકાત

 

     ગુજરત પોલિસ કોન્સ્ટેબલ ફોર્મ ભરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ ફરજિયાત છે. 


      જો તમે ધોરણ 10/12 માં કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હસે તો તમારે CCC સર્ટિફિકેટની જરૂરિયાત પડશે નહિ અને જો તમે ધોરણ 10/12 માં કમ્પ્યુટર વિષય સિલેક્ટ કરેલ ના હોય તો તમારે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ની ફિઝિકલ અને લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના થશે ત્યારે તમારે સરકાર માન્ય CCC ( Course on Computer Concept )નું સર્ટિફિકેટ આપવું પડશે. 


ઉંમર મર્યાદામાં વધારો


  2019 થી ચાલી રહેલ કોરોના મહામારી ના કારણે રાજ્યમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું અને 2019 થી 2021 સુધી કોઈ ભરતી પ્રક્રીયા બાર પાડવામાં આવી નોતી જેથી અમુક લોકોનું ઉંમર મર્યાદા આ કોરોના મહામારી ના સમય દરમિયાન પૂર્ણ થઈ ગઈ હોય તેથી એવા બેરોજગાર યુવાનોને સમાન ન્યાય મળે તે હેતુથી ગુજરત પોલિસ કોન્સ્ટેબલ ભરતી માટે જે ઉંમર મર્યાદા હતી તેમાં દરેક કેટેગરી માં 1 વર્ષ ઉંમર મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.


કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયા કેવી રીતે થશે 


    2021 ના વર્ષ માં gujarat police constable ની સંપૂર્ણ ભરતી પ્રક્રિયા બદલી દેવામાં આવી છે. આ વખતે ભરતીની શરૂઆત ફિઝિકલ થી થશે અને જે લોકો ફિઝિકલ માં સંપૂર્ણ રીતે લાયક ઠરશે તેવા તમામ ઉમેદવારોને લેખિત પરીખ માટે બોલાવવામાં આવશે.


     લેખીત પરીક્ષા પૂર્ણ થયા બાદ ફાઈનલ મેરીટ બનશે જેમાં દોડમાં મેળવેલા ગુણ + લેખીત પરીક્ષા માં મેળવેલા ગુણના આધારે ફાઈનલ મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.


પોલિસ કોન્સ્ટેબલ માં 8 ગણાનો નિયમ રદ


   ગુજરાત પોલિસ કોન્સ્ટેબલ ની ભરતી ની જાહેરાત પૂર્વે જણાવવામાં આવેલું હતું કે constable ની ભરતીમાં જે લોકો ( પુરુષ 25 મિનિટ અને સ્ત્રી 9.5 મિનિટ માં ) ગ્રાઉન્ડ પૂરું કરશે ત્યારે બાદ મેરીટ બનાવવામાં આવશે અને તેમાં કુલ ભરતી ની જગ્યાના 8 ગણા ઉમેદવારોને જ લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે પરંતુ ઘણા સમય થી ચાલી રહેલા આંદોલનના કારણે આ નિયમ રદ કરવામાં આવ્યો છે. 

 

   થોડા સમય પેહલા ભરતી બોર્ડ ના અધ્યક્ષ હસુમુખ પટેલ સાહેબે જાહેરાત કરી હતી કે હવે જે લોકો ફિઝિકલ માં પાસ થશે તે તમામ ને લેખિત પરિક્ષા માટે બોલાવવામાં આવશે.


કોન્સ્ટેબલ ની લેખીત પરીક્ષા માં ફેરફાર


     દર વખતે કોન્સ્ટેબલ ની લેખીત પરીક્ષા લેવામાં આવતી તેમાં 100 માર્ક્સ નું પેપર અને 1 કલાક નો સમય આપવામાં આવ્યો હતો પરંતુ આ વખતે લેખીત પરીક્ષા માં ફેરફાર કર્યો છે જેમાં 100 માર્ક્સ નું પેપર આવશે અને 2 કલાક નો સમય આપવામાં આવશે અને તમામ પ્રશ્નો ફરજીયાત ટિક કરવા પડશે ( એટલે કે જો તમે સાચો જવાબ ખબર હોય તો તે ટિક કરવાનું અને જો તમને સાચો જવાબ ખબર ના હોય તો તે પ્રશ્ન તમે ખાલી સોડી સક્ષો નહિ તેની જગ્યાએ તમારે E ઓપ્શન સિલેક્ટ કરવો પડશે  એટલે કે આ વખતે તમને પરીક્ષામાં 4 ઓપ્શન ની જગ્યાએ 5 ઓપ્શન આપવામાં આવશે.


ગુજરાત પોલિસ કોન્સ્ટેબલ નો syllabus


• કાયદો ( સંપૂર્ણ બંધારણ )

• ગુજરાતનો ઇતિહાસ

• ભારતનો ઇતિહાસ

• રિજનિંગ

• સામાન્ય જ્ઞાન

• વિજ્ઞાન

• સમાજ શાસ્ત્ર

• મનોવિજ્ઞાન

• ભૂગોળ

• રમત ગમત

• currant affairs

• કમ્પ્યુટર



અમારી વેબસાઈટની મુલાકાત કરવા બદલ આપ શ્રી નો ખૂબ ખૂબ આભાર

Vipul Rathod

मेरा नाम Vipul Rathod है। मैं इस Blog का Founder और Content writer हूँ। हमारा इस Blog को बनाने का मुख्य उद्देश्य हिंदी भाषी लोगों को इंटरनेट से जुड़ी जानकारी प्रदान करवाना है। यहाँ आपको शिक्षा, तकनिकी, कंप्यूटर और मेक मनी से जुड़ी हर तरह की जानकारी मिलने वाली है।

Post a Comment

Thank for comment on Vipul Rathod Tech

Previous Post Next Post