HSC and SSC board time table 2021

HSC and SSC board time table 2021


Gujarat board time table 2021
Gujarat board time table 2021


HSC - SSCનૉ પરીક્ષા કાર્યક્રમ :-


ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર 10 મેના રોજ પહેલું પેપર સમય ૩ વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે.

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ ૧૨ની પરીક્ષાઓ ૧૦મી મેથી શરૂ થઈ રહી છે તેની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાઓ 25મી મે સુધી ચાલશે. પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે.


અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો :-


આ પહેલા કોરોના મહામારી ને કારણે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમ ૩૦% ટકાનો કાપ મુકવામાં આવ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓ હવે ૭૦ ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપી રહ્યા છે. ધોરણ ૯ થી ૧૦ ની સાથે ધોરણ-૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નો 20% ની જગ્યાએ 30% કરાયા છે. શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ ૯થી ૧૨ના અભ્યાસક્રમમાં ૩૦% ટકા ઘટાડો કરાયો છે. જ્યારે ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નો નું પ્રમાણ ૨૦ ટકાથી વધારીને ૩૦ ટકા કરવામાં આવ્યું છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રોમાં 50% બહુવિકલ્પ પ્રશ્નો અને 50% વર્ણનાત્મક પ્રશ્નો યથાવત્ રખાયા છે. ધોરણ ૯થી ૧૨ના પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રશ્નોમાં ઇન્ટર્નલ options ને બદલે જનરલ options અપાયા છે.


ધોરણ 12 સાયન્સ ના પ્રશ્ન પત્ર 50% mcq યથાવત


જ્યારે ધોરણ 12 સાયન્સમાં અગાઉની જેમ પ્રશ્નપત્રોમાં 50% એમસીક્યુ અને 50% વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે. ધોરણ નવ થી ધોરણ 12માં પ્રશ્નપત્રમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટર્નલ options ને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે. આ ફેરફાર અન્વયે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના મુખ્ય 40 વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ મારફતે તમામ માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને મોકલી આપવામાં આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આ વિગતો મૂકવામાં આવી છે


Click here for more

Vipul Rathod

मेरा नाम Vipul Rathod है। मैं इस Blog का Founder और Content writer हूँ। हमारा इस Blog को बनाने का मुख्य उद्देश्य हिंदी भाषी लोगों को इंटरनेट से जुड़ी जानकारी प्रदान करवाना है। यहाँ आपको शिक्षा, तकनिकी, कंप्यूटर और मेक मनी से जुड़ी हर तरह की जानकारी मिलने वाली है।

Post a Comment

Thank for comment on Vipul Rathod Tech

Previous Post Next Post